Home > અંકિત ત્રિવેદી, કવિતા, ગઝલ > કેવળ દુઆનો દોર ઉપર દોર હોય છે – અંકિત ત્રિવેદી

કેવળ દુઆનો દોર ઉપર દોર હોય છે – અંકિત ત્રિવેદી

November 9, 2013

કેવળ દુઆનો દોર ઉપર દોર હોય છે,
સાથે ગઝલ લખ્યાની મજા ઓર હોય છે…

સુક્કાં થયેલાં ફૂલ કહે રંગ ક્યાં ગયા?
સાચ્ચે જ ખુશબૂઓના અલગ ન્હોર હોય છે…

કાં તો તૂટી જશે ને નહીંતર ખૂટી જશે,
યાદો જૂનીપુરાણી ને કમજોર હોય છે…

દિવસની જેમ રાત પડે આંખમાં ઊગે,
સપનું દઝાડવાનો નવો પ્હોર હોય છે…

ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી,
તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે…

– અંકિત ત્રિવેદી