Archive

Archive for April, 2011

કોને ખબર – રમેશ પારેખ

April 30, 2011 Leave a comment

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ,
એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એના ઊત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો ‘રમેશ’,
કોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર ?

– રમેશ પારેખ

Advertisements

શાને જુદાઈમાં – મુકેશ માલવણકર – મનહર ઉધાસ

April 29, 2011 Leave a comment

શબ્દો – મુકેશ માલવણકર
આલ્બમ – આલાપ
સ્વર – મનહર ઉધાસશાને જુદાઈમાં જાય જનમારો… (૨)
ચાલ ભુલી જઈએ, એવું માની લઈએ… (૨)

થોડો વાંક તારો ને, થોડો વાંક મારો…
શાને જુદાઈમાં જાય જનમારો…

સાથે ગાળેલી એક-એક ક્ષણને, ભુલવી છે તોયે ભુલાયના… (૨)

પુછવા ચાહિયે હાલ દિલના, કોઈને તો પુછ્યું પુછાયના…
હાથને સોંપી, પાર રે ઊતરી, શાને છોડ્યો તો કિનારો…

શાને જુદાઈમાં જાય જનમારો…

થોડી જીદને, થોડા અભિમાનમાં, આપણેતો કેટલુંયે ખોયું… (૨)
પાણી વિણ લીલું ઝાડ કરમાતું, આપણે તો જુદાઈમાં જોયું…

પડછાયો છોડી, રહ્યા રણમાં દોડી, ખોયો હૈયાનો ઉતારો…

શાને જુદાઈમાં જાય જનમારો… (૨)
ચાલ ભુલી જઈએ, એવું માની લઈએ… (૨)

सीसक रही गांधीकी धरती – प्रदीपजी

April 29, 2011 Leave a comment

सीसक रही गांधीकी धरती…

टूट पडी बिजली सपनों पर, हुई भाग्य पर धाता,
आज आंखमें आंसु लेकर बैठा हे गुजरात…

सबके घरमें सूरज हे चमका, अपने घरमें रात,
आज आंखमें आंसु लेकर बैठा हे गुजरात…

किसे दिखाये दिलका छाला, कोई न दर्द समजनेवाला…
आज आंखमें आंसु लेकर बैठा हे गुजरात…

हरकत हे केवल, उपदेशक की हर बात,
आज आंखमें आंसु लेकर बैठा हे गुजरात…

कौन हरे अब दुःख हमारे, दूर खडे ‘जनता के प्यारे’…
आज आंखमें आंसु लेकर बैठा हे गुजरात…

सीसक रही गांधीकी धरती, बिगड गई हर बात,
आज आंखमें आंसु लेकर बैठा हे गुजरात…

ઉપરોક્ત કવિતા ૧૯૫૬ માં પ્રદિપજીઓ ગુજરાતની હાલત જોઈને લખેલી… આજના દિવ્યભાસ્કરમાં વાંચ્યું…
પૂરો લેખ વાંચવા માટે દિવ્ય ભાસ્કની સાઈટની મુલાકાત લેવા નીચેની લિંક પર ક્લીક કરો…

જ્યારે ગુજરાતની દુર્દશા પર કવિતા સાંભળી નહેરુ ગુસ્સે થયા

સાવ ખાલીખમ – ચિનુ મોદી ‘ઈર્શાદ’

April 29, 2011 Leave a comment

સાવ ખાલી ખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

ફુલ કેરો સ્પર્શથી – ‘સૈફ’ પાલનપુરી

April 28, 2011 Leave a comment

ફુલ કેરા સ્પર્શથી પણ – દિલ હવે ગભરાય છે,
અને રૂઝાયેલાં ઝખમો પણ યાદ આવી જાય છે

કેટલો નજદીક છે આ દુરનો સંબંધ પણ,
હું હસું છું એકલો – એ એકલા શરમાય છે

કોઈ જીવનમાં મરેલા માનવીને પૂછજો,
એક મૃત્યુ કેટલા મૃત્યુ નભાવી જાય છે

આ વિરહની રાત છે, તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો – આખો યુગ બદલાય છે

એક પ્રણાલિકા નિભાવું છું – લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન – હવે ક્યાં હવે જીવાય છે ?

– ‘સૈફ’ પાલનપુરી

કંકોતરી – આસીમ રાંદેરી

April 27, 2011 Leave a comment

મારી એ કલ્પના હતી કે વિસરી મને, કિંતુ એ માત્ર ભ્રમ હતો – થઇ ખાતરી મને,
ભુલી વફાની રીત ના ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને.

સુંદર ના કેમ હોય એ સુંદર પ્રસંગ છે, કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે,
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ, જાણે ગુલાબી એના વદનના જવાબ સમ.

રંગીનીઓ છે એમાં ઘણી ફુલછાબ સમ, જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ,
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી, શિરનામું મારું કીધું છે ખુદ એના હાથથી.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે,
જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે, ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે.

દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે, કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને.

આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો, તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો
આંખોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો, મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું, એ પારકી બની જશે હું એનો એજ છું.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને..

– આસિમ રાંદેરી

પંખીડાને આ પીંજરું – અવિનાશ વ્યાસ – મુકેશ

April 26, 2011 Leave a comment

sઅગાઉ આ ગીત આશા ભોંસલેનાં અવાજમાં પોસ્ટ કરેલું –
પંખીડાને આ પીંજરું – ધરતીનાં અમી – અવિનાશ વ્યાસ

આજે સાંભળીયે મુકેશનાં અવાજમાં… ( અમુક કડીઓ ગુપચાયી છે મુકેશજીએ, 🙂 )

શબ્દો – અવિનાશ વ્યાસ
સ્વર – મુકેશપંખીડાને આ પીંજરું ઝુંનું ઝુંનું – ઝુંનું ઝુંનું લાગે
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો,
અણધાર્યો કર્યો મનોરથ દૂરનાં પ્રયાણનો

અણદીઠે દેશ જાવા લગન એને લાગે,
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

માન બાન ઓ પંખીડા, આ નથી પ્રીતની રીત,
આમ જો કરવું હતું તો? શાને કીધી પ્રીત…

એવું શું ઓછું આવ્યું, સથવારો ત્યાગે…
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો,
હીરે જડેલ વીંઝણો મોતીનો, મોંઘો અણમોલો…

પાગલ ના બનીએ ભેરુ, કોઇના રંગ રાગે,
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

પંખીવાણી આચરે, આખર જવું એક દાડે,
આ નથી નીજનું ખોળિયું, આ તો મકાન રાખવું ભાડે

પોઢવાને કાજે પાગલ, સારી રાત જાગે,
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

પંખીડાને આ પીંજરું ઝુંનું ઝુંનું – ઝુંનું ઝુંનું લાગે
બહુ યે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માંગે… પંખીડાને આ પીંજરું…

પંખીડાને આ પીંજરું…