Archive

Archive for April, 2013

મરણ તો આવે ત્યારે વાત

April 30, 2013 Leave a comment

મરણ તો આવે ત્યારે વાત,
અત્યારે તો જીવન સાથે ગમતી મુલાકાત…

ખીલવાનો આનંદ હોય છે,
ખરવાની કોઇ યાદ નથી..

સુગંધ જેવો ભીનો ભીનો,
વરદાન સમો વરસાદ નથી…

સોના જેવો દિવસ ઉગે રૂપા જેવી રાત,
મરણ તો આવે ત્યારે વાત…

હરતા રહેવુ ફરતા રહેવું,
ઝરણાંની જેમ વ્હેતા રહેવું…

મહેફિલને મનભરી માણી,
જલસા જલસા કહેતા રહેવું…

જીવન અને મરણની વચ્ચે નહીં પ્રશ્નો પંચાત,
મરણ તો આવે ત્યારે વાત…

Advertisements

જગા કરી ગયા તમે

April 29, 2013 Leave a comment

દિલ ના એક ખુણામા જગા કરી ગયા તમે,
જીવનમાં અમારા આવી સજા કરી ગયા તમે…

સાથે માણેલી પળો વાગોળતા રહ્યા અમે,
સપનામાં અમારા આવી સતાવતા રહયા અમને…

જીવનમાં આવી અમારા ઉંડી છાપ છોડી ગયા તમે,
ભૂંસાતા જન્મો નીકળી જશે એવી ધટના બની ગયા તમે…

વસંતની આગાહી બની પાનખર બન્યા તમે,
જીવનમાં ના ભૂલાય એવો પાઠ ભણાવી ગયા તમે…

ફુલો બની આવ્યા કાંટા આપી ગયા તમે,
ગુરુ ને પણ ગુરુ બનાવી ગયા તમે…

ઉતરે છે કેટકેટલાં અરમાનો લઈને પર્વત પરથી

April 28, 2013 Leave a comment

ઉતરે છે કેટકેટલાં અરમાનો લઈને પર્વત પરથી,
છતાં બધી નદીઓ ને સાગરમાં મળવાનું નથી હોતું…

બધી જ વાતો માની લેવાનું કોઈ કારણ નથી હોતું,
કે બધા પરવાના નું નસીબ જલવાનું નથી હોતું…

લાખો નિરાશાઓ મહિ એક આશા છુપાયેલી હોય છે,
કે રણમાં નું બધું જ પાણી મરિચિકા નથી હોતું…

કયાં સુધી આભાસી મિલનો થી સંતોષ માનશું?
કે જયાં ક્ષિતિજે પણ એમનાં નસીબ માં મળવાનું નથી હોતું…

‘અર્ષ’ ના મરણ બાદ એનું કોઈ જ કારણ ન પૂછજો,
કે આશીકો ના મરણ નું કોઈ જ કારણ નથી હોતું…

એકાદ ક્ષણ રહે – જવાહર બક્ષી

April 27, 2013 Leave a comment

ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે,
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે…

જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને,
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે…

મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું,
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે…

મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં,
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે…

સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં,
જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે…

– જવાહર બક્ષી

રમીએ હવે – જવાહર બક્ષી

April 26, 2013 Leave a comment

એક ઝાકળનાં ટીપાંને દરિયે હવે,
ચાલ આકાશ પાતાળ રમીએ હવે…

જાણવાનાં પ્રયત્નો ન કરીએ હવે,
ચાલ આકાશ પાતાળ રમીએ હવે…

નીલકંઠી ક્ષણો શેષ રહી છે હવે,
ચાલ આકાશ પાતાળ રમીએ હવે…

સહુ ક્ષિતિજોને ઓળંગી જઇએ હવે,
ચાલ આકાશ પાતાળ રમીએ હવે…

આપણે ક્યાંય મળીએ ન મળીએ હવે,
ચાલ આકાશ પાતાળ રમીએ હવે…

– જવાહર બક્ષી

ધાર્યા મુજબ સંબંધના સૂરજ ઊગ્યા નહીં – જવાહર બક્ષી

April 25, 2013 Leave a comment

ધાર્યા મુજબ સંબંધના સૂરજ ઊગ્યા નહીં,
સ્વપ્નો હવે હું ભૂલી શકું નહિ તો ના નહીં…

આખા દિવસની શુષ્ક ઉદાસી તૂટી નહીં,
તારાં ભીના સ્મરણના શુકન પણ ફળ્યાં નહીં…

નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય,
પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં…

તસતસતા મૌનને મેં ગઝલમાં ભરી દીધું,
ને એ કહે છે મને શબ્દો મળ્યા નહીં…

એને મળો ને જો કશું બોલી શકો ફના,
એના વિષે કશુંય કહી બેસતા નહીં…

– જવાહર બક્ષી

છૂટોછવાયો થઈ ગયો – જવાહર બક્ષી

April 24, 2013 Leave a comment

એ રીતે છૂટોછવાયો થઈ ગયો,
તમારી પાસ બોલાયેલા શબ્દો થઈ ગયો…

ક્યાં જવું એની ગતાગમ રહી નથી,
હવે પગલાંઓ માટે ખુલ્લો રસ્તો થઈ ગયો…

આજનું આકાશ ઓગળશે નહીં,
સૂરજ પણ ચાંદનીને જોઈ ઠંડો થઈ ગયો…

આમ પણ કારણ વધારે ક્યાં હતાં,
જીવનમાં હું હવે બિલકુલ અમસ્તો થઈ ગયો…

મારી પાસેથી તમે ચાલ્યા ગયા,
ને જંગલમાં બે વૃક્ષોનો વધારો થઈ ગયો…

– જવાહર બક્ષી