Archive

Archive for the ‘રમેશ ગુપ્તા’ Category

મારા ભોળા દિલનો – રમેશ ગુપ્તા

May 5, 2011 Leave a comment

ગીત : રમેશ ગુપ્તા



સ્વર : આશિત દેસાઈ



સ્વર : મનહર ઉધાસ



સ્વર : મુકેશ



મારા ભોળા દિલનો…
મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને,
ચાલ્યાં ગયાં આંખોથી આંખો ચાર કરીને…
બિમાર કરીને… મારા ભોળા દિલનો…

મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી જો/દો,
કંઇ ભૂલ હો મારી તો એને માફ કરી દો…
ના ના કહી, ના હા કહી મુખ મૌન ધરીને,
ચાલ્યાં ગયાં આંખોથી આંખો ચાર કરીને…
બિમાર કરીને… મારા ભોળા દિલનો…

એક બોલ પર એના મેં મારી જીંદગી વારી,
એ બેકદરને ક્યાંથી કદર હોય અમારી…
આ જોઇનેને રોઇને દિલ મારું કહે છે,
શું પામ્યું/(તુફાનો કહો?) જીંદગી ભર આહ ભરીને,
ચાલ્યાં ગયાં આંખોથી આંખો ચાર કરીને…

છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે,
બન્ને દિલોમાં પ્રેમની ઝંકાર બાકી છે…
સંસારના વહેવારનો વેપાર બાકી છે,
બંને દિલોના મળવા, હજુ તાર બાકી છે…
અભિમાનમાં ફુલાઇ ગયાં જોયું ના ફરીને…

ચાલ્યાં ગયાં આંખોથી આંખો ચાર કરીને…
બિમાર કરીને… મારા ભોળા દિલનો…

ઓ નીલ ગગનનાં પંખેરું – રમેશ ગુપ્તા

April 26, 2011 Leave a comment

ગીત – રમેશ ગુપ્તા
સ્વર – મુકેશ

ઓ નીલ ગગનનાં પંખેરું, તુ કાં નવ પાછો આવે…
મને તારી, મને તારી યાદ સતાવે, ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ…

સાથે રમતા સાથે ફરતાં, સાથે નાવલડીમાં તરતાં,
એક દરિયાનું મોજું આવ્યું, વાર ન લાગી આવી તુજને સરતાં…

આજ લગી તારી વાટ જોઉં છું, તારો કોઈ સંદેશો ના આવે… ઓ, તારો…
મને તારી, મને તારી યાદ સતાવે, ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ…

તારા વિના ઓ જીવનસાથી, જીવન સૂનું સૂનું ભાસે,
પાંખો પામી ઊડી ગયો તું, જઈ બેઠો ઊંચે આકાશે…

કેમ કરી હું આવુ તારી પાસે, મને કોઈ નવ માર્ગ બતાવે…
મને તારી, મને તારી યાદ સતાવે, ઓ નીલગગનનાં પંખેરું…

મોરલા સમ વાટલડી જોઉં, ઓ રે મેહુલા તારી,
વિનવું વારંવાર તુને, તુ સાંભળી લે વિનતી મારી…

તારી પાસે છે સાધન સૌએ, તુ કાં નવ મને બોલાવે…
મને તારી, મને તારી યાદ સતાવે, ઓ નીલગગનનાં પંખેરું…

ઓ નીલ ગગનનાં પંખેરું, તુ કાં નવ પાછો આવે…
મને તારી, મને તારી યાદ સતાવે, ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ…