Archive

Archive for the ‘શ્ર્લોક’ Category

શ્રી ગણેશ

April 10, 2011 Leave a comment

નમસ્કાર, આજે આ બ્લોગની શરૂઆત એ મારા માટે ખુબ આનંદની વાત છે. છેલ્લા ઘણાં સમયથી ઈચ્છા હતી કે પેન ઉપાડીને કાગળ પર થોડા લીટા કરું. ખેર, એ તો થઈ શકતું નથી પરંતુ બ્લોગ પર પોસ્ટ કરવું વધારે સહેલુ રહેશે (એવું લાગે તો છે!!!) કારણ એ કે દિવસનો મોટા ભાગનો સમય કીબોર્ડ સાથે મારામારીમાંજ પસાર થાય છે.

આમ તો માતૃભાષા સાથે કોઈ ખાસ પ્રેમ નહોતો. પણ થોડો સમય ગુજરાત અને ગુજરાતીઓથી દુર રહ્યાં પછી પ્રેમ ધીમે ધીમે વધવા લાગ્યો.

તો ચાલો આજે આ યાત્રાની શરૂઆત શ્રી ગણેશનાં નામથી……

Vakratund

ૐ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભ |
નિર્વિધ્નં કુરું મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ||

ક્રાંતિકારી વિચાર : જેમ નવો બ્લોગ શરૂ કરતાંજ “હેલ્લો વલ્ડ” ની સેમ્પલ પોસ્ટ આવી જાય છે, એમ ગુજરાતી બ્લોગ શરૂ કરતાં “શ્રી  ગણેશ” ની પોસ્ટ આવે ત્યારે કહી શકાશે કે ગુજરાતીઓએ બ્લોગ જગત પણ ફતેહ કર્યું છે….. 🙂

Reference: Vishal Gajjar (http://MaaGurjari.Wordpress.com)
Categories: શ્ર્લોક