Archive

Archive for the ‘હુડલો’ Category

હુડલો – વાત વાતમાં થેંક્યું

April 11, 2011 Leave a comment

વાત વાતમાં થેંક્યું, ને વાત વાતમાં સોરી,
એક હતો ભમરડો, ને એક હતી દોરી,
તોપમાં તો ગોળો ચઢે, ને બંદૂકમાં ચઢે ગોળી,
ભોજો ભગત એમ ભણે ફાગણ મહિને હોળી

નાનો હતો ત્યારે શાહુબદ્દીન રાઠોડની કેસેટમાં સાંભળેલું. “પણ આટલું મને યાદ ર્યું, હોં..” 🙂

ઉપરોક્ત કાવ્યરચના ‘હુડલા’ તરીકે ઓળખાય છે, એટલે કે ઉખાણાં જેવી ઝડપી કાવ્યરચના. આવી કાવ્ય રચનાઓ માટે ક.દ.ડા. (કવિ દલપતરામ ડાહ્યાભાઈ) જાણીતાં છે.