Archive

Archive for the ‘કમલેશ સોનાવાલા’ Category

અને તમે યાદ આવ્યા – કમલેશ સોનાવાલા

June 17, 2014 Leave a comment

સાંભળું તો તને ખાલી પડઘા સંભળાય,
તને શોધું સિતારના વનમાં,
ટમકીને કો’ક વાર ઈશારા,
વાત છાની રાખીશ મારા મનમાં…

આ ગુલમહોર મહેક્યાં વરસી વાદલડી,
ધુંધળી સંધ્યા રંગ લાલમડી,
અને તમે યાદ આવ્યા…

પેલાં આંખ્યુંનાં અંજન, શાંત રાતલડી,
એક અનેરી પ્રેમ વાતલડી,
અને તમે યાદ આવ્યા…

ભૂલવા ચહું હું સુની રે તલાવડી,
સરકે સરિતા અશ્રુ આંખલડી,
અને તમે યાદ આવ્યા…

આ ઝંઝાવત પલ એકલડી,
દિલના દરિયામાં નહીં આ નાનકડી,
અને તમે યાદ આવ્યા…

માંગી મેં પાંખડી – કમલેશ સોનાવાલા

April 25, 2014 Leave a comment

માંગી મેં પાંખડી, તેં આપ્યું ગુલાબ,
અણિયાળી આંખડી ને છલકે શરાબ,
માંગી મેં પાંખડી…

માંગ્યો મેં મોરલો, દીધો ઝરમર વરસાદ,
ટમકંતો તારલો જાણે સાજનનો સાદ,
માંગી મેં પાંખડી…

માંગી મેં ચાંદની, તેં ઉઘાડ્યો નકાબ,
ચહેરો તમારો જાણે ફૂલોનો શબાબ,
અણિયાળી આંખડી…

માંગ્યું મેં મન, દીધું આખું ગગન,
અંગડાતું જોબન જાણે સમીરી ચમન,
માંગી મેં પાંખડી…

માંગ્યો મેં ટહુકો, દીધા અંતરના બોલ,
ફાગણી ગુલાલમાં છે જીવતરના કોલ,
માંગી મેં પાંખડી…

ગાગરમાં પાણી છલકવાનું છે – કમલેશ સોનાવાલા

January 15, 2014 Leave a comment

ગાગરમાં પાણી છલકવાનું છે,
જોબનિયું આજે ઝલકવાનું છે…

જ્યાં જ્યાં તમારાં પગલાં પડ્યાં,
ઝાંઝરને ત્યાં ત્યાં ઝામકવાનું છે…

કેસર ગુલાબી ચૂનરીની સંગ,
સજનીને સાંજે મળવાનું છે…

મઢૂલી બનાવી કાન્હાની સંગ,
મુરલીના નાદે મટકવાનું છે…

નજર્યુંથી નજરને મળવાનું છે,
ઝરમર ઝરમર વરસવાનું છે…

ફૂલોની સંગે મહેકવાનું છે,
લજામણી થઈ શરમવાનું છે…

ઊભરતી ઉંમરને તલસવાનું છે,
આશિક આ દિલને બહેકવાનું છે…

મુખડું તમારું પૂનમવાનું છે,
મધરાતે શમણામાં મળવાનું છે…

ચાલો તમારા પ્રેમની – કમલેશ સોનાવાલા

August 4, 2013 Leave a comment

ચાંદ સમા ચહેરા તણી તસવીર બનાવી દઉં,
ને એ રીતે તમને નયનના ખ્વાબ બનાવી દઉં…

ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં,
એ રીતે તમને અમારા શ્વાસ બનાવી દઉં…

શબ્દો તણા પુષ્પો ગુંથી ગજરો બનાવી દઉં,
એ રીતે તમને ગઝલના પ્રાસ બનાવી દઉં…

સાકી સુરા ને શાયરી મુહોબ્બત બનાવી દઉં,
એ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં…

હથેલી તણી લકીરને કિસ્મત બનાવી દઉં,
એ રીતે જીવવાતણું બહાનું બનાવી દઉં…

અટકી ગઇ જ્યાં જિંદગી મંજિલ બનાવી દઉં,
એ રીતે ખાલી કબર બિસ્તર બનાવી દઉં…

કલ્પવૃક્ષની છાંવમાં મંદિર બનાવી દઉં,
એ રીતે પથ્થર તને ઇશ્વર બનાવી દઉં…

– કમલેશ સોનાવાલા

ભલે તું ન માને છે જન્નત અમારી – કમલેશ સોનાવાલા

December 9, 2012 Leave a comment

લીધો એણે ચાંદો લીધાં સૌ સિતારા,
લીધાં સૌએ શમણાં લીધાં સૌ શબાબો,
લીધાં એણે ઝરણાં લીધાં સૌએ સાગર,
બનાવી તને ત્યારે પરવર દિગારે…

આ માસૂમ ચહેરો આ ગાલોના ખંજન,
ભલે તું ન માને છે જન્નત અમારી,
આ નટખટ નિગાહો આ શ્વાસોની સરગમ,
ભલે તું ન માને છે જન્નત અમારી…

આ રંગીન પુષ્પોમાં શબનમ સવારી,
હવાની લહેરમાં છે ખુશબુ તમારી,
જીગરમાં છે યારી નથી હું જુગારી,
આ રૂહે મુહબ્બત છે મજબૂરી મારી…

આ માસૂમ ચહેરો આ ગાલોના ખંજન,
ભલે તું ન માને છે જન્નત અમારી…

નથી મહેફીલો તોય નેપુર રણકતાં,
સુરાહી છે ખાલી ને જામો છલકતાં,
આ સંમોહનો છે તું માને ન માને,
આ ધડકન છે તારી ને મદહોશી મારી…

આ માસૂમ ચહેરો આ ગાલોના ખંજન,
ભલે તું ન માને છે જન્નત અમારી,
આ નટખટ નિગાહો આ શ્વાસોની સરગમ,
ભલે તું ન માને છે જન્નત અમારી…

ઓ શમણાંની રાણી હતી ક્યાં છૂપાણી,
કારી છે ચોમેર પુરકાદ તારી,
મિલનની ઘડીમાં ન કોઈ દિવાની,
આ જન્મોજનમથી હું તારો પૂજારી…

આ માસૂમ ચહેરો આ ગાલોના ખંજન,
ભલે તું ન માને છે જન્નત અમારી,
આ નટખટ નિગાહો આ શ્વાસોની સરગમ,
ભલે તું ન માને છે જન્નત અમારી…

– કમલેશ સોનાવાલા

કાળ જુઓને અજગર જેવો – કમલેશ સોનાવાલા

August 11, 2012 Leave a comment

કાળ જુઓને અજગર જેવો ધીમે સરકતો જાય છે,
શ્વાસ બીજાં શ્વાસને ભૂતકાળ બનાવે જાય છે…

નાનું સરખું સુખ મળે તો પણ રાજી થાઉં હવે,
મોટા દુ:ખો મન આ મારું પળમાં વિસરી જાય છે…

સાગર, ધરતી, આભ રૂપાળી સૃષ્ટિ પરના આવરણ,
સઘળાં બંધન તોડી હૈયું અવકાશે ખેંચાય છે…

પંડિતોની ભાષા કહે કે ‘દેહ છૂટે તો દેવ મળે’,
કાયામાં છે ઈશ્વર તોયે પથ્થર પૂજે જાય છે…

– કમલેશ સોનાવાલા