Archive

Archive for the ‘અમર પાલનપુરી’ Category

રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે – અમર પાલનપુરી

October 21, 2012 Leave a comment

રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે,
નહિંતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે…

દીવાનગીએ હદ કરી તારા ગયા પછી,
પૂછું છું હર મકાન પર, કોનું મકાન છે?

દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ, આ ખાલી મકાન છે…

થાશે તકાદો એટલે ખાલી કરી જશું,
કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે…

બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહી,
નુકસાનમાં છે એ જ કે એનું મકાન છે…

કોને ખબર ઓ દિલ, કે એ ક્યારે ધસી પડે,
દુનિયાથી દૂર ચાલ કે જૂનું મકાન છે…

એને ફનાનું પૂર ડૂબાડી નહીં શકે,
જીવન એટલું ઊંચું મકાન છે…

– અમર પાલનપુરી

પવન ફરકે તો એ રીતે ફરકજે, પાન ના ખખડે – અમર પાલનપુરી

October 20, 2012 Leave a comment

પવન ફરકે તો એ રીતે ફરકજે, પાન ના ખખડે,
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે…

દવા તો શું હવે સંજીવની પણ કામ નહિ આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે…

મિલન દ્રશ્યો હવે તડપી રહ્યાં છે કરવટો લઈને,
વિરહના રંગમાં રાચી અમર હમણાં જ સૂતો છે…

ગગન પ્રગટાવ તુજ દીવડા નહીં લાગે હવે ઝાંખા,
નયનના દીપને ઠારી અમર હમણાં જ સૂતો છે…

ગગનમાં આંસુઓ માયાં નહીં ધરતીના પાલવમાં,
પ્રભાતે જ્યાં ખબર આવી અમર હમણાંજ સૂતો છે…

અમર જીવન છે એવું કે જીવન ઓવારણાં લે છે,
મરણના માનને રાખી અમર હમણાં જ સૂતો છે…

ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા,
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે…

ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે દુનિયા,
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે…

– અમર પાલનપુરી

અમર હમણાં જ સૂતો છે – ‘અમર’ પાલનપુરી

April 1, 2012 Leave a comment

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે,
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે…

દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આવે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે…

ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં લાગે હવે ઝાંખા,
નયનના દીપને ઠારી અમર હમણાં જ સૂતો છે…

ગગનના અશ્રુઓ માયા નહીં ધરતીના પાલવમાં,
પ્રભાતે જ્યાં ખબર આપી અમર હમણાં જ સૂતો છે…

કહ્યું શત્રુએ મિત્રોને, કરો ઉત્સવની તૈયારી,
રહી ના જાય કંઈ બાકી અમર હમણાં જ સૂતો છે…

અમર જીવ્યો છે એવું કે જીવન ઓવારણાં લે છે,
મલાજો મોતનો રાખી અમર હમણાં જ સૂતો છે…

ગયો એ હાથથી છટકી હવે શું બાંધશે દુનિયા,
બધાયે બંધનો ત્યાગી અમર હમણાં જ સૂતો છે…

ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે દુનિયા,
સમયની કૂચમાં થાકી અમર હમણાં જ સૂતો છે…

– ‘અમર’ પાલનપુરી

કોનું મકાન છે – ‘અમર’ પાલનપુરી

February 3, 2012 Leave a comment

રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે,
નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે…

દિવાનગીએ હદ કરી તારા ગયા પછી,
પૂછું છું હર મકાન પર, કોનું મકાન છે….

દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ, આ ખાલી મકાન છે…

થાશે તકાદો એટલે ખાલી કરી જશું,
કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે…

બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં,
નુકશાનમાં છે એ જ કે એનું મકાન છે…

કોને ખબર ઓ દિલ, કે એ ક્યારે ધસી પડે,
દુનિયાથી દૂર ચાલ કે જૂનું મકાન છે…

એને ફનાનું પૂર ડુબાડી નહીં શકે,
જીવન ‘અમર’નું એટલું ઊંચું મકાન છે…

– ‘અમર’ પાલનપુરી

હૈયું કદાચ આંખથી – ‘અમર’ પાલનપુરી

February 1, 2012 Leave a comment

હૈયું કદાચ આંખથી ઠલવાઈ જાય તો,
નિર્દોષ મારો પ્રેમ વગોવાઈ જાય તો…

વિસરી રહ્યો છું પાછલું સૌ એજ કારણે,
મરવાને બદલે જો કદી જીવાઈ જાય તો…

એકાંતમાં તો આયનો પણ ના ખપે મને,
મારી જ સામે મારાથી રોવાઈ જાય તો…

શબ્દોના ભાવ મોં ઉપર રાખી લીધા ‘અમર’,
આવે એ પેહલા આંખ જો મીંચાઈ જાય તો…

– ‘અમર’ પાલનપુરી

અનુકૂળ જ્યાં દિશા આવી – ‘અમર’ પાલનપુરી

January 13, 2012 Leave a comment

અનુકૂળ જ્યાં દિશા આવી, પ્રતિકૂળ ત્યાં હવા આવી,
એ કેવી દુર્દશા મિત્રો, કે શત્રુને દયા આવી…

નજર થાકી, કદમ થાક્યાં, ને હૃદય પણ થાકવા આવ્યું,
મને તો એમ લાગે છે, કે રમત પૂરી થવા આવી…

જીવનમાં તો મળી નહોતી, કદી ફૂરસદ ઘડીભરની,
મરણ આવ્યું, કરો આરામ, કે લાંબી રજા આવી…

સમયના સેંકડો તોફાનો વચ્ચે પણ અડીખમ છે,
‘અમર’ અમ નાવની વહારે, કિનારેથી દુઆ આવી…

– ‘અમર’ પાલનપુરી

આંખોમાં છલકતો કૈફ હશે – અમર પાલનપુરી

December 7, 2011 Leave a comment

આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે,
બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે…
આંખોમાં છલકતો કૈફ હશે…

મેં લાખ ગુનાઓ કીધાં છે, પણ સાવ નિખાલસ હૈયાથી,
હો નર્ક જ મારું ધામ ભલે, પણ સ્વર્ગમાં મારું નામ હશે…
આંખોમાં છલકતો કૈફ હશે…

હું તુજને કરી દઉં માફ ભલે, પણ લોક નહીં છોડે તુજને,
જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે…
આંખોમાં છલકતો કૈફ હશે…

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની,
મનગમતો દિલાસો મળશે તો, આરામ હશે આરામ હશે…
આંખોમાં છલકતો કૈફ હશે…

– અમર પાલનપુરી

તરછોડ્યો જ્યારે આપે “મને” હસવાનું મન થયું – અમર પાલનપુરી

April 12, 2011 Leave a comment

તરછોડ્યો જ્યારે આપે, હસવાનું મન થયું,
બોલાવ્યો જ્યારે આપે, રડવાનું મન થયું

ખોળામાં જ્યારે આપનાં માથું મુકી દીધું,
સોગંદ તમારાં, ત્યાં ને ત્યાં મરવાનું મન થયું

દિલને મળ્યું જે દર્દ, તે ઓછું પડ્યું હશે !,
નહીંતર ફરી કાં આપને મળવાનું મન થયું ?

દીઠી જ્યાં મસ્ત ઝૂલ્ફ ને ચકચૂર આંખડી,
તૈબાને ઘોળી, પ્યાલીઓ ભરવાનું મન થયું.

ડૂબ્યો નથી  ‘અમર’ ને ડૂબાડ્યો છે કોઈએ,
નહીંતર કાં એની લાશને, તરવાનું મન થયું ?

– અમર પાલનપુરી