Archive

Archive for the ‘બાપુભાઈ ગઢવી’ Category

તમને સમય નથી – બાપુભાઈ ગઢવી

December 5, 2011 Leave a comment

તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી…

રોકી રહી છે તમને, તમારી શરમ અને,
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી…

વિસરી જવું એ વાત, મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ, તમારો વિષય નથી…

હું ઇંતેઝારમાં અને તમે હો વિચારમાં,
એતો છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી…

– બાપુભાઈ ગઢવી