Archive

Archive for June, 2013

આમ કરો ના ખોટી અટક્ળ

June 30, 2013 Leave a comment

આમ કરો ના ખોટી અટક્ળ,
કોણ કહે છે જીવન ઝાકળ…

એ તો છે સંદેશ ખુદાનો,
એથી આવ્યા લાખ પયંબર…

જા લખી લે કર્મોની ગઝલો,
જીવન એ તો કોરું કાગળ…

રુહ રુહથી સોહે ધરતી,
બુંદ બુંદથી મહેકે સાગર…

હિલ્લારા ખાતો છે દરિયો,
ચલ ભરી લે પ્રેમની ગાગર…

કળિયો ચહેકે પુષ્પો મહેકે,
તું ઝંખે આવળ બાવળ…

‘સુરત’ તો રગ રગમાં રમતુ,
ચોકથી ભાગળ આંખનુ કાજળ…

ચાલ ‘વફા’ તાપી તટ જઇએ,
પાછા ભરીયે રંગનો પાલવ…

Advertisements

રોજ રાતે મારા શમણા સજાવતી

June 29, 2013 Leave a comment

રોજ રાતે મારા શમણા સજાવતી,
જેવી આંખ ખોલુ કે ખોવાય જાય…

કોણ છે,ને ક્યાંથી આવે શું ખબર,
પણ આવી ને મારુ દલડુ ડોલાવતી…

લાગે છે એ કોઈ નમણી નાર,
પણ રમે સંતાકુકડી મારી સાથ…

પકડવા માટે મથુ છુ હું એને,
પણ જાણે એ મૃગજળ જોને…

મને તો લાગે છે એ આત્મા,
પણ શું કામ ફરતી હશે રાતમાં…

હવે યાદ આવ્યુ આ ‘કપિલ’ ને,
એ તો મારા પુર્વજન્મની પ્રિયતમાં…

દર્પણની આરપાર કેવો વિંધાયો છું

June 28, 2013 Leave a comment

દર્પણની આરપાર કેવો વિંધાયો છું,
ખુદને ખબર નથી કેવો રુંધાયો છું…

આકાશ જેવું આકાશ તેથી જ ચૂપ છે,
ઘનઘોર મેઘ થઈને કેવો ભિંજાયો છું…

ઝાંઝવાંની મોહક અદાનું દ્રશ્ય અદ્દભુત,
અફાટ રણની વચ્ચે કેવો મુંઝાયો છું…

કેવી અજબ લીલા છે રંગોના આવરણની,
આકારની લીલામાં કેવો લિલાયો છું…

ઊર્મિના આ તરંગો ઉપગ્રહ બનીને ધૂમે,
કક્ષાની બહાર જઈને કેવો ફુલાયો છું…

ભૂરા નગરનો ટ્હૌકો કળ્યા કરે સતત,
ઊભી દીવાલ વચ્ચે કેવો ભિંસાયો છું…

પીળા સફેદ ચહેરા ઓઢી ઉદાસી બેઠા,
ખાલીપણાના વનમાં કેવો ભુલાયો છું…

વાદળોની શક્તિથી સરજાય છે

June 27, 2013 Leave a comment

ગડગડાટ આભલે વાદળોની શક્તિથી સરજાય છે,
કંદરાના પડઘા મફતમાં હુંકારા ધરી જાય છે…

લાવ લાવની લતે સાગર ખારો થઈ પસ્તાય છે,
ન્યોછાવરી મેઘો લીલોતરીની પ્રસાદી પીરસી જાય છે…

છળકપટી જાદુ જમાનાનો સઘળે વરતાય છે,
ઢોળના દાગીના સુર્વણ ભાવે વેચાઈ જાય છે…

સાચા ફૂલો થયા જે બીચારા તવાયે શેકાય છે,
કાગળના ફૂલો મહેફીલના રંગો માણી જાય છે…

દ્વારે ઊભા ભગવાન સામે કમાડ બંધ થાય છે,
થાપ દઈ શ્રધ્ધાને પાખંડી ખુદ પૂંજાઈ જાય છે…

રંગમાં રંગ ભળે તો વસંત ખીલી જાય છે,
માનવમાં માનવતા ખીલે તો પ્રભુતા પ્રગટી જાય છે…

આકાશદીપ ગ્રહણ દોષે વિષાદી વરતાય છે,
થઈ સપ્તરંગી વિજ ઉત્સવો સજાવી જાય છે…

મારા વિચારને અડકે

June 26, 2013 Leave a comment

જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે…

શું તારા સ્પર્શથી એને થતી નથી તૃપ્તિ?
ન હોય તું જો કને, તારી યાદને અડકે…

ઊગી છે પાણીમાં તું આ કિંવા કમળ થઈને,
હશેને કૈંક તો એવું કે જે તને અડકે?

દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે…

સતત હૃદય, બધા કોષો અને મગજને અડે,
વિચાર લોહી જેવો છે, દરેકને અડકે…

ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી,
હે શબ્દ! શ્વાસ થઈ શાને તું મને અડકે?

‘વરસાદ મુબારક’ કહેવું છે

June 25, 2013 Leave a comment

આભ નહીં સાંભળી શકશે,
કારણ કે એ ભોળું છે,
વરસાદ છે કે તોફાન કરતા,
છોકરાઓનું ટોળું છે?

શાંત સરોવર ઉપર લખાતું,
છાંટાનું જોડકણું છે,
છબાક છબ છબ કરતું કેવું,
ખાબોચિયું બોલકણું છે…

નેવાંથી પડતાં ટીપાંનું,
નાનકડું ગીત ગાવું છે,
પાણીની સીડીથી મારે,
મેઘધનુષ પર જાવું છે…

આવે વખતે ચોપડીઓમાં,
ક્યાં મોં ઘાલી રહેવું છે,
એકબીજાને મળી અને,
‘વરસાદ મુબારક’ કહેવું છે…

પ્રેમ ને બદનામ કરે છે

June 24, 2013 Leave a comment

મૌત ને મજાક માની, પ્રેમ ને બદનામ કરે છે,
શૂલી પર આમ ચડી, શાને લોકો જીંદગી ને ધોખો આપે?

શ્વાસ ને આપી દઇ, પ્રેમ ને જૂલ્મી ઠેરાવે છે,
અપ્સરા ની આશા મા,શાને લોકો જન્નત મા જવા માંગે?

હ્રુદય ને ચીરી ને, પ્રેમ ની તરસ છીપાવે છે,
પોતના દેહ ને માણવા ને બદલે,શાને લોકો એને નશ્વર માને?

દોસ્ત જરા જીવી ને તો જો, પ્રેમ નો એહ્સાસ જ અદભુત છે,
સાત જન્મ પણ ખુટી જશે, શાને લોકો મારી વાત ના માને?