Archive

Archive for the ‘હેમેન શાહ’ Category

પડે ત્યારે પડે – હેમેન શાહ

January 8, 2013 Leave a comment

એ વળી ક્યારે ધીમી ધારે પડે?
વીજળીનું શું? પડે ત્યારે પડે…

સૂર્ય જેવું જયાં કશું હોતું નથી,
સર્વ પડછાયા શા આધારે પડે?

કેટલી ચીજો સમય લઈ જાય છે,
પણ ખબર કોને અને ક્યારે પડે?

આજે ટહુકા, કાલે ખુશ્બુ બંધ છે,
બહાર ફતવા વાર-તહેવારે પડે…

સામે કાંઠે હોય છે વાંછિત બધું,
પણ નદી તરવી બહુ ભારે પડે…

– હેમેન શાહ

Advertisements