Archive

Archive for the ‘રાજેશ પ્રજાપતિ’ Category

શબ્દોને ચડી ગઈ છે ખાલી – રાજેશ પ્રજાપતિ

June 6, 2011 Leave a comment

શબ્દોને ચડી ગઈ છે ખાલી,
ને નિતરે છે કલમ થી પાણી…

આભાસ વસંતનો ભરપૂર થયો,
ને પાનખરે કર્યા ઝાડવાં ખાલી…

આ જોને હમણાં બાળપણ હતું,
ને જુવાની’ય છીનવાઇ ગઈ ખાલી…

હજુ સ્મરું છુ સ્મરણો હું તારા,
ને વિદાયથી તારી ઘર થયું ખાલી…

નિત નવા સુખ-દુ:ખ પોષી પીધાં,
ને કાળજે ચડી યાદોની વેલ ખાલી…

– ડૉ. રાજેશ પ્રજાપતિ

Advertisements