Archive

Archive for the ‘મુસાફિર પાલનપુરી’ Category

એક ભવ ઓછો પડે – ‘મુસાફિર’ પાલનપુરી

September 11, 2012 Leave a comment

યાદ કોઇની વીસરવા એક ભવ ઓછો પડે,
એ અગનજ્વાળાને ઠરવા એક ભવ ઓછો પડે…

તું કે જેના હોઠ પર ફરિયાદ વિણ કંઇ પણ નથી,
ને મને નિ:શ્વાસ ભરવા એક ભવ ઓછો પડે…

રૂપ છે નમણી પ્રતિભા હાય, કિન્તુ દબદબો,
ફૂલ પણ એકાદ ધરવા એક ભવ ઓછો પડે…

દૂર હરદમ દૂર ઓ મન, ધર્મના ભેદો થકી,
એ વમળમાથી ઉગરવા એક ભવ ઓછો પડે…

આચમન એનું મળે તો પણ ‘મુસાફિર’ ધન્યતા,
આ ગઝલ-સિન્ધુને તરવા એક ભવ ઓછો પડે…

– ‘મુસાફિર’ પાલનપુરી

Advertisements

મુક્તક – ‘મુસાફિર’ પાલનપુરી

June 19, 2011 Leave a comment

કવિ છું ભોગવું છું આગવી રીતે હું જીવનને,
મધુરપ જ્યાં ચહું ત્યાં, એકધારી મેળવી લઉં છું…

મળે છે એક પળ જો કોઇની મોહક નજર મુજથી,
તો હું એમાંથી વર્ષોની ખુમારી મેળવી લઉં છું…

– ‘મુસાફિર’ પાલનપુરી