Archive

Archive for the ‘મહેશ શાહ’ Category

મને દરિયો સમજીને – મહેશ શાહ

June 14, 2014 Leave a comment

મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં,
કે તારી આંખોમાં ભરતીનું પૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે…

એકલી પડેને ત્યારે મારા વિચારોના દર્પણમાં મુખ જોઈ લેજે,
ખુદને સંભળાય નહીં એમ તારા મનમાં તું મારું બસ નામ કહી દેજે…

મને હોઠ સુધી લાવી અકળાવતી નહીં,
કે મારા શ્વાસોનો નાજુક બહુ સૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે…

માટીની ઈચ્છા કૈક એવી, તું ચાલે તો અંકિત પગલા હો તારા એટલા,
મારા મળવાના તારા મનમાં અમાપ રાત-દિવસો સદાયે હોય એટલા…

મને આંખોના ઓરડામાં રોકાતી નહીં,
કે મારું હોવું તારાથી ભરપુર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે…

– મહેશ શાહ

Advertisements

કોકવાર આવતા ને જાતા મળો છો – મહેશ શાહ

September 21, 2012 Leave a comment

કોકવાર આવતા ને જાતા મળો છો એમ,
મળતા રહો તો ઘણું સારું…

હોઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની,
વાતો કરો તો ઘણું સારું…

પૂનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં,
કે ઉછળે છે સાગરના નીર,
મારુંયે ઉર હવે ઉછાળવા ચાહે,
એવું બન્યું છે આજ તો અધીર…

સાગરને તીર તમે આવો ને,
ચાંદ શા ખીલી રહો તો ઘણું સારું…

મ્હોરી છે કુંજ કુંજ વાસંતી વાયરે,
કોયલ કરે છે ટહુકારો,
આવો તમે તો મન ટહુકે અનંતમાં,
ખીલે ઉઠે આ બાગ મારો…

શાને સતાવો મારી ઉરની સિતારના,
તારો છેડો તો ઘણું સારું…

– મહેશ શાહ

કો’કવાર આવતા ને જાતા મળો છો એમ – મહેશ શાહ

April 17, 2011 Leave a comment

કો’કવાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણું સારું
હોઠના ખુલે તો હવે આંખોથી હૈયાની, વાતો કરો તો ઘણું સારું

પુનમનો ચાંદ જ્યાં ઉગે આકાશમાં કે ઉછળે છે સાગરના નીર,
મારુંયે ઉર હવે ઉછળવા ચાહે એવું, બન્યુ છે આજ તો અધીર

સાગરને તીર તમે આવોને ચાંદ શા, ખીલી રહો તો ઘણું સારું
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું

મારી છે કુંજકુંજ વાસંતી વાયરે, કોયલ કરે છે ટહુકારો,
આવો તમે તો મન ટહુકે આનંદમાં, ખીલી ઉઠે આ બાગ મારો

શાને સતાવો મારી ઉરની સિતારના?, તારો છેડો તો ઘણું સારું,
હોઠના ખુલે તો હવે આંખોથી હૈયાની, વાતો કરો તો ઘણું સારું

કો’કવાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણું સારું
હોઠના ખુલે તો હવે આંખોથી હૈયાની, વાતો કરો તો ઘણું સારું

– મહેશ શાહ