Archive

Archive for the ‘મનહર મોદી’ Category

સવાલ નથી – મનહર મોદી

December 15, 2013 Leave a comment

એ અહીં છે અને સવાલ નથી,
ને છતાં હોય તો ખયાલ નથી…

મેં મને ને તને જ સમજાવ્યો,
તું કહે એ જ તારી ચાલ નથી?

હું નથી એ તો સાવ સાચું છે,
તું નથી એમાં કોઈ માલ નથી…

આમ ઢાંકે અને ઉઘાડે છે,
રેશમી શ્વાસ છે રુમાલ નથી…

કોણ ચોરી ગયું તપાસ કરો,
એક ઘરમાં કોઈ દીવાલ નથી…

– મનહર મોદી

Advertisements

તડકો – મનહર મોદી

February 9, 2013 Leave a comment

તારો વિશેષ સ્પર્શ ફરી માણવા મળે,
આકાશ હોય આંખમાં ને ચાલવા મળે…

તડકો ટચાક ટેરવે ઝૂલે ને ગણગણે,
મારી સમીપ એમ મને આવવા મળે…

ખખડે છે દ્વાર એમના આવાગમન સમા,
સાચે કશું ન હોય છતાં આવ-જા મળે…

ટૂકડો સૂંવાળું સુખ મને ના કામનું જરા,
આખું મળે તો થાય, તને આપવા મળે…

ઊગે છે કોઈ આંખમાં એવાંય સ્વપ્ન બે,
એક દેખવા મળે ને બીજું દાઝવા મળે…

– મનહર મોદી