Archive

Archive for the ‘ભાવેશ ‘મક્કુ’’ Category

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે – ભાવેશ ‘મક્કુ’

June 12, 2012 Leave a comment

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે…

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે…

તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે…

બે હાથ વડે જીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે…

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે…

દુનિયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં ‘મક્કુ’,
એક-બેનાં દિલ જીતી ચાલી જવાની મઝા અનેરી હોય છે…

– ભાવેશ ‘મક્કુ’

Advertisements