Archive

Archive for the ‘જટિલ’ Category

તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર – જટિલ

September 15, 2012 Leave a comment

તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર,
ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર…

તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે,
હતો છીછરો હું ન છલક્યો બરાબર…

ઘનશ્યામ, તેં ગર્જના ખૂબ કીધી,
બની મોરલો હું ન ગળક્યો બરાબર…

મિલાવ્યા કર્યા તાર ઉસ્તાદ તેં તો,
બસૂરો રહ્યો હું ન રણક્યો બરાબર…

અજાણ્યો અને અંધ જેવો ગણીને,
તમે હાથ આપ્યો ન પકડ્યો બરાબર…

છતાં આખરે તેં મિલનરાત આપી,
ગઈ વ્યર્થ વીતી, ન મલક્યો બરાબર…

– જટિલ

Advertisements
Categories: ગઝલ, જટિલ