Archive

Archive for the ‘જગદીપ નાણાંવટી’ Category

રંજીશો દિલમાં તમામ રાખુ છું – ડૉ. જગદીપ નાણાંવટી

December 11, 2011 Leave a comment

રંજીશો દિલમાં તમામ રાખુ છું,
તે છતાં ચહેરે દમામ રાખુ છું…

આપમેળે મંઝિલો ઉભી થતી,
માર્ગમાં જ્યાં જ્યાં મુકામ રાખુ છું…

મુઠ્ઠીઓ બે હાથની વાળ્યા કરૂં,
એ જ હાથોમાં સલામ રાખું છું…

કો’ક દિ’ ઉજાગરા રાતે કરી,
સ્વપ્ન પર થોડી લગામ રાખુ છું…

મોત બીજું કંઈ નથી, પણ હું સદા,
જીંદગી વચ્ચે વિરામ રાખુ છું…

– ડૉ. જગદીપ નાણાંવટી (http://jkshabdasoor.blogspot.com)

Advertisements

સ્પર્શને ક્યાં હોય છે કોઈ વ્યાકરણ – ડો. જગદીપ નાણાંવટી

July 12, 2011 Leave a comment

સ્પર્શને ક્યાં હોય છે કોઈ વ્યાકરણ,
હોય છે બસ લાગણીનું આવરણ…

કર્મ, ને દ્રઢતા તણી બાંધો જટા,
તો પછી ઈચ્છાનું થાયે અવતરણ…

દાદ ના પગલાં કદી પાડો, પ્રિયે,
મેં બિછાવ્યું છે ગઝલનું પાથરણ…

સ્વપ્નમાં આવે અચૂક એ, શું કરું,
કેટલા કરવા અમારે જાગરણ…

મોક્ષને પામી શકો ના એમ કંઇ,
જીવવું પડશે બધાયે આમરણ…

– ડો. જગદીપ નાણાંવટી (http://jkshabdasoor.blogspot.com/)

દિલ તમે ચોરી ગયા – ડો. જગદીપ નાણાંવટી

July 11, 2011 Leave a comment

દિલ તમે ચોરી ગયા અમને ખબર ક્યાં છે,
ને અમે ચર્ચાઈ ગ્યા તમને ખબર ક્યાં છે…

હર ખુણે બાઝ્યાં હતાં વર્ષોથી જે ઝાળાં,
છે અમારાં સંસ્મરણ, ઘરને ખબર ક્યાં છે…

ટોપલાના પૂંજને સહેજે દીધો રસ્તો,
એજ સહુને તારશે, જળને ખબર ક્યાં છે…

દોર છુટ્ટો દઈ, બધાં પ્રતિબિંબને આજે,
આયનો પસ્તાય છે, છળને ખબર ક્યાં છે…

હે પ્રભુ તારે શરણ છું, એમ કહી દોડે,
રામ ખુદ પાછળ પડ્યાં, મૃગને ખબર ક્યાં છે…

કંઈકને મુકી ગયા લોકો ચિતાએ, પણ,
આ ચિતાની પાર શું, જગને ખબર ક્યાં છે…

– ડો. જગદીપ નાણાંવટી (http://jkshabdasoor.blogspot.com/)

કોઈ દિ પુછ્યું તમારું નામ શું – ડો. જગદીપ નાણાંવટી

July 6, 2011 Leave a comment

કોઈ દિ પુછ્યું, તમારૂં નામ શું,
મૌન ના બબડાટનો અંજામ શું…

શ્વાસના પગલા ભરૂં તારે નગર,
આંગણે પૂગ્યા, હવે વિશ્રામ શું…

આંખમાં આંજી સુરા નિરખો જરા,
મૈકદામા નામ શું બદનામ શું…

શાહીને મન શું હરખ કે ખરખરો,
બુધ્ધને પુછો નહીં, નિષ્કામ શું…

લ્યો કરી પુરી જીવનની હોડ મેં,
ક્યાં ખબર અમને કે છે ઈનામ શું…

– ડો. જગદીપ નાણાંવટી (http://jkshabdasoor.blogspot.com/)

હજી ચીઠ્ઠી ખોલી મેં તારા ગામની – ડૉ. જગદીપ નાણાંવટી

June 4, 2011 Leave a comment

હજી ચીઠ્ઠી ખોલી મેં તારા ગામની,
નરી ખુશ્બુ આવી રે તારા નામની…

ભરી મહેફિલને સહેજે ગરમાવવા,
કરો હરકત બે, બરકત “બેફામ” ની…

નથી તસ્બીથી પામ્યા અલ્લાહને,
પછી ઈર્ષ્યા કરે કાં, એ જામની?…

તને શમણે મળીને આંખ ખોલતાં,
જુઓ ઝાકળ બાઝી ગઈ બદનામની…

મને દફનાવ્યો, કારણ બસ એજ છે,
નડી અમને પણ શંકા શ્રી રામની…

– ડૉ. જગદીપ નાણાંવટી (http://jkshabdasoor.blogspot.com)