Archive

Archive for the ‘કરસનદાસ માણેક’ Category

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે – કરસનદાસ માણેક

October 16, 2012 Leave a comment

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે,
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે…

ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે…

ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે…

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે…

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે…

છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે…

– કરસનદાસ માણેક

Advertisements

આવું શાને થાય છે – કરસનદાસ માણેક

August 12, 2011 Leave a comment

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે,
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે…

ટળવળે તરસ્યાં ત્યાં, જ્યાં વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂશળધાર વરસી જાય છે…

ઘરહીણા ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર,
ને ગગનચૂંબી મહાલો જનસૂના રહી જાય છે…

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના,
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે…

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે…

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે…

– કરસનદાસ માણેક

જીવન અંજલિ થાજો – કરસનદાસ માણેક

July 3, 2011 Leave a comment

જીવન અંજલી થાજો! મારું જીવન અંજલિ થાજો!

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો,
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો!
મારું જીવન અંજલિ થાજો!

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!
મારું જીવન અંજલિ થાજો!

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો!
મારું જીવન અંજલિ થાજો!

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
શ્રદ્ધા કેરો દિપક મારો નવ કદીયે ઓલવાજો!
મારું જીવન અંજલિ થાજો!

– કરસનદાસ માણેક