Archive

Archive for the ‘ઉમાશંકર જોષી’ Category

મારું જીવન એ જ મારી વાણી – ઉમાશંકર જોષી

November 14, 2011 Leave a comment

મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી,
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વિરામો…
મારું જીવન એ જ મારી વાણી…

મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય!
મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર!
મારું જીવન એ જ મારી વાણી…

સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ,
એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી,
જન્મી પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ…
મારું જીવન એ જ મારી વાણી…

– ઉમાશંકર જોષી

Advertisements