Archive

Archive for the ‘ઉદયન ઠક્કર’ Category

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે? – ઉદયન ઠક્કર

January 15, 2012 Leave a comment

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે?

તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે…

સમસ્ત સૃષ્ટિ રજત બન્યાનો દાવો છે,
હું નથી માનતો; આ ચંદ્ર તો ગપોડી છે…

ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે,
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?…

– ઉદયન ઠક્કર

Advertisements