Archive

Archive for the ‘અરદેશર ખબરદાર અદલ’ Category

જીવનનું ગાન – અરદેશર ખબરદાર ‘અદલ’

October 5, 2011 Leave a comment

જીવતું મૃત્યુ છે જીવન આ તેહનું,
જેહને જીવન આ વ્યર્થ લાગે,

પળપળે લાખ શંકા ઉઠાવી ઉરે,
જીવનનો સર્વ આનંદ ભાગે;

જીવનનો મહામૂલો જોગ ચાલી જતો,
મેઘ વરસી જતો વ્યોમમાંથી;

જે દીવાલો કરે આસપાસે ઊભી,
ને સૂએ માંહી અંધાર ઓઢી,

તે ન કૈ દિવસનાં તેજ પામી શકે,
ખોય ત્યાં સર્વ આનંદ પોઢી;

ફૂલ નહિ જોય નિજ રંગસૌરભ કશું,
તદપિ કાંટા જ નીરખે શરીરે,

તો પછી વ્યર્થ છે જીવન એ ફૂલનું,
જીવતું મૃત્યુ એ જીવન ચીરે!

 

– અરદેશર ખબરદાર ‘અદલ’

Advertisements

સદાકાળ ગુજરાત – અરદેશર ખબરદાર ‘અદલ’

May 1, 2011 Leave a comment

ગીતઃ અરદેશર ખબરદાર ‘અદલ’
સ્વરઃ આશિત દેસાઈ, ચંદુ મટ્ટાણી



જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત…

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ,
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ,
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત,
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી…

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત,
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત,
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી…

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ,
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે, કોણ જાત ને કોમ,
ગુર્જર ભરતી ઉછળે છાતી, ત્યાં રહે ગરજી ગુર્જર માત,
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી…

અણકીધાં કરવાના કોડે, અધુંરાં પૂરાં થાય,
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય,
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય ‘અદલ’ ગુજરાત…