Archive

Archive for the ‘અમિત પરીખ’ Category

યાત્રા – અમિત પરીખ

June 1, 2011 Leave a comment

જોજનો દૂર છે જવું મારે,
સંગાથ મળે ન મળે…

દૂર દૂરના પ્રદેશો ખોળવા,
વાહન મળે ન મળે…

અસુર, માનવ, બુધ્ધ, ઇશ્વર,
કોણ છે એ સર્વેની ભીતર?

મનમાં છે સવાલો ઘણાં,
જવાબ મળે ન મળે…

નદી, કાંઠા, જમીન, આકાશ,
ભેદ-ભરમ છે ઘણાં અગાધ…

ન ગુરૂ, ન સાથી, ન મિત્રનો સાથ,
છતાંય કરી રહ્યો છું યાત્રા અમાપ…

આખરે થાકી, કંટાળી, હારી આજ,
ઘડી બે ઘડી બંધ કરી મેં આંખ…

અનાયાસે ભીતર જોઇ મેં એ આંખ,
જે યુગો યુગોથી છે મારી સંગાથ…

કેમ ભૂલી ગયો હું સરળ આટલી વાત?
અત્ર, તત્ર, સર્વત્ર છે માત્ર મારો જ વાસ!

– અમિત પરીખ (http://amittparikh.wordpress.com)

Advertisements