Archive

Archive for the ‘અદમ ટંકારવી’ Category

માનું છું કે હું છું શાયર – અદમ ટંકારવી

December 20, 2011 Leave a comment

હું તો માનું છું કે હું છું શાયર,
કિંન્તુ ડાર્લિંગ કહે છે – લાયર…

સ્હેજ અડતાં જ શૉક લાગે છે,
લાગણી હોય છે લાઈવવાયર…

અર્થનો રોડ છે ખાબડખૂબડ,
ને વળી ફ્લૅટ શબ્દનું ટાયર…

દૂર સહેજે નહિ તો દાઝી જઈશ,
ધૅટ ગર્લ ઈઝ સ્પિટિંગ ફાયર…

ફાસ્ટ ફૂડ જેવી ગઝલ વેચું છું,
કિંન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર?

– અદમ ટંકારવી

Advertisements