Home > કવિતા, ગઝલ, જવાહર બક્ષી > લખી બેઠો – જવાહર બક્ષી

લખી બેઠો – જવાહર બક્ષી

September 25, 2014

આખરે હું ગઝલ લખી બેઠો,
રાહ જોઈને ક્યાં સુધી બેઠો…

દૂરતા ઓગળી રહી જ હતી,
સ્પર્શ વચ્ચે જ ઘર કરી બેઠો…

ઓ વિરહ! થોડું થોભવું તો હતું,
એમનું નામ ક્યાં લઈ બેઠો…

કેટલાં કારણો હતાં નહિ તો,
કોઈ કારણ વિના ફરી બેઠો…

ફક્ત તારા સુધી જ જાવું’તું,
પૂછ નહિ ક્યાંનો ક્યાં જઈ બેઠો…

આજ પણ એ મને નહીં જ મળે,
આજ પાછું સ્મરણ કરી બેઠો…

Advertisements
%d bloggers like this: