Home > કવિતા, ગઝલ, ભરત ત્રિવેદી > આપણી જૂદાઈ – ભરત ત્રિવેદી

આપણી જૂદાઈ – ભરત ત્રિવેદી

August 20, 2014

આપણી જૂદાઈનું છે ક્યાં કોઈ કારણ નવું,
આમ મારું આવવું ને તે પછી તારું જવું…

દર્પણો ચૂપચાપ છે આ ભાવસૂના ઓરડે,
ફર્ક કોને તે પછી છે હું રહું કે ના રહું…

શક્ય છે કે બંદગીનો પણ હશે કોઈ જવાબ,
કશ્મકશમાં છું હવે કે હુ નમું કે ના નમું?

આમ તો ખામોશ છે પણ શું તને થાતું ખરું,
રસ્મ જૂનીને નિભાવી હું ગઝલ આજે કહું?

– ભરત ત્રિવેદી

Advertisements
%d bloggers like this: