Home > કવિતા, ગઝલ, રમેશ પારેખ > શું બોલીએ? – રમેશ પારેખ

શું બોલીએ? – રમેશ પારેખ

August 18, 2014

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?
ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ!
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?

Advertisements
%d bloggers like this: