Home > કવિતા, ગઝલ, મેઘબિંદુ > બાગમાં ટહુકો છળે – મેઘબિંદુ

બાગમાં ટહુકો છળે – મેઘબિંદુ

July 22, 2014

બાગમાં ટહુકો છળે તો શું કરું?
લાગણી ભડકે બળે તો શું કરું?

આપણા સંબંધની આ રિક્તતા,
જો બધે જોવા મળે તો શું કરું?

સાવ અણજાણ્યા અધૂરાં લોકમાં,
વાત તારી નીકળે તો શું કરું?

પ્યાસ લઈને આંખમાં પાછો ફરું,
આંખમાં મૃગજળ મળે તો શું કરું?

Advertisements
%d bloggers like this: