Home > કવિતા, ગઝલ, જયંત પાઠક > મારે જવું નથી – જયંત પાઠક

મારે જવું નથી – જયંત પાઠક

July 9, 2014

એ ના સળંગ હોય તો મારે જવું નથી,
રસ્તાને અંત હોય તો મારે જવું નથી…

બોલાવતું બધુંય ગામ તોય એમની,
ખડકી જ બંધ હોય તો મારે જવું નથી…

પૃથ્વીની જેમ એમના દરિયાવ દિલમાં,
નોખા જ ખંડ હોય તો મારે જવું નથી…

ખારું ઝરણ થઈને તો નીકળ્યો છું આંખથી,
ખારો જ અંત હોય તો મારે જવું નથી…

હું ચાલું તો ચાલે ને અટકું તો ઊભો રહે,
એવો જ પંથ હોય તો મારે જવું નથી…

Advertisements
%d bloggers like this: