Home > કવિતા, ગઝલ > હૈયુ ઝંખે તારો સાથ

હૈયુ ઝંખે તારો સાથ

July 2, 2014

તારા વીના અધૂરી રાત,
હૈયુ ઝંખે તારો સાથ…

આભમંડળમાં એવો ગુંચવાયો,
જેમ ભીડમા તારો ચહેરો ખોવાયો…

સરનામુ હોય તો શોધુ તને,
વરદાન હોય તો માંગુ તને…

આ રહસ્યમાં એવો ઉલજાયો,
જેમ ભીડમા તારો ચહેરો ખોવાયો…

હરદમ રહેતો તારો ભાસ,
તારામા અટવાયો મારો શ્વાસ…

કોને કહેવી મનની વાત,
હૈયુ ઝંખે તારો સાથ…

Advertisements
Categories: કવિતા, ગઝલ
%d bloggers like this: