Home > અવિનાશ વ્યાસ, કવિતા, ગઝલ > ઝૂકી પડ્યો ઊંચો હિમાલય – અવિનાશ વ્યાસ

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય – અવિનાશ વ્યાસ

June 27, 2014

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો,
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો…

જરૂર પડી જગદીશ્વરને પણ ગાંધી જેવા જણની,
એણે ખૂંચવી લીધી મોંઘી માટી આ ભારતની…

એના વિના ના મારગ સૂઝે આતમડો અટવાઇ ગયો,
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો…

એની હિંસા જેણે ના કદી હિંસાનો વિચાર કર્યો,
એની ચિતાને ચેતવનારો અગ્નિ પણ શરમાઇ ગયો…

ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો,
ઘરનો દીવો કોઇ ઘરના માણસના હાથે જ બુઝાઇ ગયો…

Advertisements
%d bloggers like this: