Home > ઉદ્દયન ઠક્કર, કવિતા, ગઝલ > રોજ સાંજે પંખીઓના – ઉદ્દયન ઠક્કર

રોજ સાંજે પંખીઓના – ઉદ્દયન ઠક્કર

June 21, 2014

રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે,
વૃક્ષની માલિકી બાબત માંગણીઓ થાય છે…

હસ્તરેખા જોઈને સુરજને કુકડાએ કહ્યું,
આભના પ્રરબદ્ધમાં બહુ ચડઉતર દેખાય છે…

બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપીયું,
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે…

ક્યાંક જાતો હશે એ માનીને ચાલ્યો હતો,
પણ હવે રસ્તો પૂછે છે, ભાઈ તું ક્યાં જાય છે?

Advertisements
%d bloggers like this: