Home > કવિતા, ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન > શ્વાસ ખખડે છે અને વાગે છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

શ્વાસ ખખડે છે અને વાગે છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

June 8, 2014

શ્વાસ ખખડે છે અને વાગે છે,
સાવ ખાલી ઘડો આ લાગે છે…

કોણ તારા વિશે ગઝલ લખવા,
આમ મારામાં રોજ જાગે છે?

ઓણ ચોમાસું ઝટ ગયું બેસી,
ને બધાં સ્વપ્ન તો નિભાડે છે…

એક વેળા ફૂટી જઈ માણસ,
જીંદગીભર કરચ ઉપાડે છે…

ટેવવશ સાવ કાચા નખ જેવી,
રોજ મિસ્કીન રાત કાપે છે…

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Advertisements
%d bloggers like this: