Home > કવિતા, ગઝલ, મકરન્દ દવે > ભીનું છલ – મકરન્દ દવે

ભીનું છલ – મકરન્દ દવે

June 2, 2014

મજેદાર કોઇ બહાનું મળે,
અને આંખમાં કાંક છાનું મળે…

કહું શું? કદી તારે ચરણે નમી,
ખરેલું મને મારું પાનું મળે…

ખબર છે તને મારી ખાતાવહી,
છતાં જો તો, લેણું કશાનું મળે…

વધે છે તરસ તેમ રણ છો વધે,
કહીં ભીનું છલ તો સુહાનું મળે…

હવે થાય છે તારી પાંપણ મહીં,
દરદ ઘેરા દિલને બિછાનું મળે…

Advertisements
%d bloggers like this: