Home > કવિતા, ગઝલ, મુકેશ જોષી > પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ – મુકેશ જોષી

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ – મુકેશ જોષી

May 29, 2014

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ,
બસ હ્રદય વચ્ચે કટારી જોઇએ…

શ્રીહરી ને છોકરીમાં સામ્યતા,
બેઉ જણ માટે પૂજારી જોઇએ…

આપણા ઘરમાં જ હો ચાલે નહીં,
એમના ઘરમાં ય બારી જોઇએ…

નાગ ને નાગણ હવે ઘરડાં થયાં,
દિકરા જેવો મદારી જોઇએ…

એ અગાસીમાં સૂતેલા હોય તો,
ચાંદ પર મારે પથારી જોઇએ…

Advertisements
%d bloggers like this: