Home > કવિતા, ગઝલ, મનોજ ખંડેરિયા > ભૂલી જા – મનોજ ખંડેરિયા

ભૂલી જા – મનોજ ખંડેરિયા

May 22, 2014

દૂખ ભૂલી જા દિવાલ ભૂલી જા,
થઈ જશે તૂં યે ન્યાલ ભૂલી જા…

જીવ કરમાં ધમાલ ભૂલી જા,
એનો ક્યાંછે નિકાલ ભૂલી જા…

જો સુખી થવું જવું હોય તારે,
તો જે થતાં સવાલ ભૂલી જા…

મૌન રહી મિત્રતાનુ ગૌરવ કર,
કોણે ચાલી હતી ચાલ ભૂલી જા…

રાખમાં યાદ ઘા કર્યો કોણે,
ને તું બન્યો કોની ઢાલ ભૂલી જા…

એ નથી પંહોચવાની એને ત્યાં,
તેં લખી તી ટપાલ ભૂલી જા…

ઘેર જઈ ધોઈ નાખ પહેરણ તું,
કોણે છાંટ્યો ગુલાલ ભૂલી જા…

રાસ તારે નિરખવો હોય ખરો,
હાથ સળગ્યો કે મશાલ ભૂલી જા…

બે લખી ગઝલ મોથ શું મારી,
એ તારી ક્યાં કમાલ ભૂલી જા…