Home > અઝીઝ ટંકારવી, કવિતા, ગઝલ > રસ્તામાં સહજ એ મળે પણ ખરી – અઝીઝ ટંકારવી

રસ્તામાં સહજ એ મળે પણ ખરી – અઝીઝ ટંકારવી

May 19, 2014

રસ્તામાં સહજ એ મળે પણ ખરી,
પછી એ નજર લ્યો ઢળે પણ ખરી…

ગમે તે વળાંકે વળે પણ ખરી,
નદી તો નદી ખળભળે પણ ખરી…

તમે ખાસ દિલથી કરો યત્ન પણ,
મહેનત તમારી ફળે પણ ખરી…

અમસ્તા તમે જીવ બાળો ભલા,
અહમ્ પોટલી પીગળે પણ ખરી…

વને જાવ કે કોઇ રણમાં અઝીઝ,
ઇરછા છે ઇરછા સળવળે પણ ખરી…

– અઝીઝ ટંકારવી

Advertisements
%d bloggers like this: