Home > કવિતા, ગઝલ > કેમ દિલને દઝાડી જાય છે

કેમ દિલને દઝાડી જાય છે

May 4, 2014

શીતળ રાતની આ ચાંદની,
કેમ દિલને દઝાડી જાય છે…

કર્ણપ્રિય આ રાગીણી,
કેમ આંખને રડાવી જાય છે…

પળ પળ સતાવતી મીઠી યાદ,

કેમ કડવાશ ફેલાવી જાય છે…

હર એક શ્વાસમાં નામ છે તારુ,
કેમ આ જ નામથી શ્વાસ થંભી જાય છે…

રોજ થાય છે આભાસી મિલન,
છતાં હર એક ક્ષણ જુદાઈનો અહેસાસ કરાવી જાય છે…

Advertisements
Categories: કવિતા, ગઝલ
%d bloggers like this: