Home > કવિતા, ગઝલ, બરકત વિરાણી બેફામ > એક રાજા હતો એક રાણી હતી – બરકત વિરાણી ‘બેફામ’

એક રાજા હતો એક રાણી હતી – બરકત વિરાણી ‘બેફામ’

April 30, 2014

એક રાજા હતો એક રાણી હતી,
એ તો તારી ને મારી કહાણી હતી…

કયાં હું ભુલો પડયો એ ખબર ના પડી,
મારી તો વાટ આખી અજાણી હતી…

માત્ર એના અનુભવ થયા સૌ નવા,
પ્રીત તો એની સાથે પુરાણી હતી…

જીંદગી ના મે દિવસો જ ખર્ચ્યા કર્યા,
જીંદગીમાં બીજી કયાં કમાણી હતી…

એક ચાદર હતી આભની ઓઢવા,
રાતના જોયું તો એ’ય કાણી હતી…

ભવ્ય કેવું હતુ મોત ‘બેફામ’ નું,
ભેદી ને દુશ્મનોમાં ઉજાણી હતી…

Advertisements
%d bloggers like this: