Home > કવિતા, ગઝલ, હરિન્દ્ર દવે > તારી સુવાસ અંગ થકી ઓસરી નથી – હરિન્દ્ર દવે

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી – હરિન્દ્ર દવે

April 15, 2014

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી…

ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી…

આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી…

શમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી…

એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી…

– હરિન્દ્ર દવે

Advertisements
%d bloggers like this: