Home > અવિનાશ વ્યાસ, કવિતા, ગઝલ > પૂછો તો ખરા – અવિનાશ વ્યાસ

પૂછો તો ખરા – અવિનાશ વ્યાસ

April 13, 2014

ઘાયલને શું થાય છે? પૂછો તો ખરાં,
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરાં…

પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર,
દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર,
આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે? પૂછો તો ખરાં…

દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરાં…

મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી,
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી,
એ અણમોલા ફૂલો કાં કરમાય છે? પૂછો તો ખરાં…

Advertisements
%d bloggers like this: