Home > કવિતા, ગઝલ, મુકુલ ચોક્સી > ઉન્માદનો મહિમા – મુકુલ ચોક્સી

ઉન્માદનો મહિમા – મુકુલ ચોક્સી

April 6, 2014

ભલે આજે નહીં સમજે કોઈ ઉન્માદનો મહિમા,
ઉનાળામાં જ સમજાઈ શકે વરસાદનો મહિમા…

અલગ છે શબ્દનો મહિમા અલગ છે નાદનો મહિમા,
છતાં એક જ છે બંનેથી થતા સંવાદનો મહિમા…

જો એ વ્યક્તિ જ હાજર હોય તો એનોય છે આનંદ,
નહીંતર આમ ક્યાં ઓછો છે એની યાદનો મહિમા?

પ્રણયની વેદનામાં વેદનાનું દુખ નથી હોતું,
અને ફરિયાદમાં હોતો નથી ફરિયાદનો મહિમા…

મુકુલ એવી જગાએ જઈ ગઝલ ના વાંચશો હરગીઝ,
ગઝલથી પણ વધારે હોય છે જ્યાં દાદનો મહિમા…

Advertisements
%d bloggers like this: