Home > કવિતા, ગઝલ, ભગવતીકુમાર શર્મા > વાંસના વનમાં થઇ વાતો પવન – ભગવતીકુમાર શર્મા

વાંસના વનમાં થઇ વાતો પવન – ભગવતીકુમાર શર્મા

March 24, 2014

વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન…

તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે! આ તો પવન…

શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન…

કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
કેમ આ કંઇ વેળથી વાતો પવન…

Advertisements
%d bloggers like this: