Home > કવિતા, ગઝલ, સૈફ પાલનપુરી > મને મારો ખુદા યાદ – સૈફ પાલનપુરી

મને મારો ખુદા યાદ – સૈફ પાલનપુરી

March 17, 2014

ના મારા ગુના યાદ, કે ના એની સજા યાદ,
રહી ગ્યો છે અમસ્તો જ મને, મારો ખુદા યાદ…

બે ચાર પ્રસંગો છે જે હું કહેતો ફરું છું,
ક્યાં છે હવે મારી મને સંપૂર્ણ કથા યાદ…

ભૂતકાળનો જાણે એ પ્રસંગ હોય એ રીતે,
આવે છે હવે ‘સૈફ’ મને મારે કઝા યાદ…

– સૈફ પાલનપુરી

Advertisements
%d bloggers like this: