Home > કવિતા, ગઝલ, મેઘબિંદુ > દિવાસળી શોધ્યા કરે – મેઘબિંદુ

દિવાસળી શોધ્યા કરે – મેઘબિંદુ

February 22, 2014

એ નિરર્થક વાતને ઘૂંટયા કરે,
જીંદગી એ રીતથી જીવ્યા કરે…

ગૂંચનો પણ ખ્યાલ તો આવ્યો નહીં,
ને સતત એ જીંદગી ગૂંથ્યા કરે…

મીણબત્તી એમણે બૂઝવી દીધી,
ને પછી દિવાસળી શોધ્યા કરે…

જાણ ખુદની છે છંતાયે એ હજુ,
અન્યને પોતા વિશે પૂછયા કરે…

જીવવાનું છે અહિં ઘોંઘાટમાં,
લાગણીને એ સતત પીંજયા કરે…

Advertisements
%d bloggers like this: