Home > કવિતા, ગઝલ > તારા આવ્યા પહેલાં એક ખાલીપો હતો જીવનમાં

તારા આવ્યા પહેલાં એક ખાલીપો હતો જીવનમાં

February 7, 2014

તારા આવ્યા પહેલાં એક ખાલીપો હતો જીવનમાં,
એ ખાલીપાનું કારણ, આવતુ ન હતું મનમાં…

દિવસ હતો એ ખાસ જ્યારે મેળાપ થયો તારો,
જાણે-અજાણ્યે રમતમાં, મળી ગયો સાથી મારો…

જીવનનાં એક સુંદર વળાંકે પ્રવેશ થયો તારો,
જાણે નીલરંગી આકાશમાં ચમક્યો એક સિતારો…

જાણ ન રહી ક્યારે અજનબી બની ગયો અંગત,
મહેકી ઉઠી દુનિયા મારી જ્યારે મળી તારી સંગત…

બીજમાંથી પાંગર્યો છોડ જાણે,
ધીમે ધીમે નજીક આવ્યા એમ આપણે…

સમય જતા લાગ્યુ, તુ બની ગયો છે ખાસ,
અનુભવ્યૂ મેં, તુ એ જ છો જેની હતી મને તલાશ…

મૈત્રી અને પ્રેમ વચ્ચેની પાતળી આ દોર છે,
સમજવી છે મુશ્કેલ, પણ તેની લીજ્જત કંઈક ઓર છે…

આ મીઠી મુંઝવણ સૌ કોઈના નસીબમાં નથી,
પણ જે મળી ગયુ આપણને, તે આપણી સમજમાં નથી…

અટવાઈ હતી વિચારોનાં વમળમાં,
સમજતી ન હતી, હું તો છુ પ્રેમમાં…

પ્રેમમાં ન માનનાર તે એ પ્રેમનો ઍકરાર કર્યો,
એ જ પ્રેમની અપેક્ષા રાખનાર મેં તેનો અસ્વીકાર કર્યો…

અસ્વીકાર પછી પસ્તાવો થયો ઘણો,
તને ચાહતી હોવા છતાં, તને દુભવ્યો ઘણો…

મારી એ ભૂલની માફી હું માંગુ છુ,
આજે સ્વીકારું છુ ‘હું તને ચાહું છું’…

વિચારતો નહી આ કવિતાનો અંત છે,
આપણી દોસ્તીનો વિકાસ અનંત છે…

હજુ આ ‘કવિતા’ છે અધૂરી,
તને મળ્યા પછી જ થશે તે પૂરી…

Advertisements
Categories: કવિતા, ગઝલ
%d bloggers like this: