Home > કવિતા, ગઝલ, હેમંત પુણેકર > એમ થોડો લગાવ રાખે છે – હેમંત પુણેકર

એમ થોડો લગાવ રાખે છે – હેમંત પુણેકર

January 30, 2014

એમ થોડો લગાવ રાખે છે,
સ્વપ્નમાં આવજાવ રાખે છે…

ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી,
હલકો હલકો તણાવ રાખે છે…

ફુલ શી જાત રક્ષવા માટે,
કાંટા જેવો સ્વભાવ રાખે છે…

એ તો દબડાવવા સમંદરને,
ફક્ત કાગળની નાવ રાખે છે…

ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ,
યાદ એક અણબનાવ રાખે છે…

– હેમંત પુણેકર

Advertisements
%d bloggers like this: