Home > કમલેશ સોનાવાલા, કવિતા, ગઝલ > ગાગરમાં પાણી છલકવાનું છે – કમલેશ સોનાવાલા

ગાગરમાં પાણી છલકવાનું છે – કમલેશ સોનાવાલા

January 15, 2014

ગાગરમાં પાણી છલકવાનું છે,
જોબનિયું આજે ઝલકવાનું છે…

જ્યાં જ્યાં તમારાં પગલાં પડ્યાં,
ઝાંઝરને ત્યાં ત્યાં ઝામકવાનું છે…

કેસર ગુલાબી ચૂનરીની સંગ,
સજનીને સાંજે મળવાનું છે…

મઢૂલી બનાવી કાન્હાની સંગ,
મુરલીના નાદે મટકવાનું છે…

નજર્યુંથી નજરને મળવાનું છે,
ઝરમર ઝરમર વરસવાનું છે…

ફૂલોની સંગે મહેકવાનું છે,
લજામણી થઈ શરમવાનું છે…

ઊભરતી ઉંમરને તલસવાનું છે,
આશિક આ દિલને બહેકવાનું છે…

મુખડું તમારું પૂનમવાનું છે,
મધરાતે શમણામાં મળવાનું છે…

Advertisements
%d bloggers like this: