Home > કવિતા, ગઝલ, વિવેક કાણે 'સહજ' > ખુદ પોતાને પણ જડો નહીં – વિવેક કાણે ‘સહજ’

ખુદ પોતાને પણ જડો નહીં – વિવેક કાણે ‘સહજ’

January 1, 2014

એવાં ભૂલા પડો કે, ખુદ પોતાને પણ જડો નહીં,
જો આવડે તો ચાકડે, માણસ ઘડો, ઘડો નહીં…

છંદો, રદીફો-કાફિયા, ને શેરિયતની પણ શરત
આમાં તમારું કામ નહીં, દાઝી જશો, અડો નહીં…

જો હોય દમ, તો દોરવો, અથવા તો અમને અનુસરો,
કંઈ નહીં તો છેવટે ખસો, મારગ કરો નડો નહીં…

વેચાઈ પણ જવું પડે, તો ભાવ એવો રાખજો,
આંબી જ ના શકે કોઈ, કોઈને પરવડો નહીં…

આ શબ્દ-સંપદા ‘સહજ’, સર્વસ્વ છે અમારે મન,
નામાનો ચોપડો નહીં, નોટોનો થોકડો નહીં…

– વિવેક કાણે ‘સહજ’

Advertisements
%d bloggers like this: