Home > કવિતા, ગઝલ, હરિન્દ્ર દવે > તમે થોડું ઘણું સમજો તો સારું – હરિન્દ્ર દવે

તમે થોડું ઘણું સમજો તો સારું – હરિન્દ્ર દવે

December 24, 2013

તમે થોડું ઘણું સમજો તો સારું,
કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારું…

ધારી ધારીને તમે બોલ્યા બે વેણ,
એની અણધારી ચોટ ઉરે લાગી,
જેનાં શમણામાં મીઠી નીંદર મ્હાણી’તી,
એની ભ્રમણામાં રાતભર જાગી,
ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું હો રાજ – તમે થોડું…

આપણી તે મેડીએ રે આપણ બે એકલા,
ને ફાવે તેવી તે રીતે મળજો,
મોટા નાનામાં મારે નીચા જોણું છે,
રહો અળગા કે વાટ ના આંતરજો,
મોટા ઘરની હું નાની વહુવારુ હો રાજ – તમે થોડું…

Advertisements
%d bloggers like this: